ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની જેતપર બેઠક પર ગોરધન ઝડફિયાનો ઝંઝાવતી પ્રચાર - જિલ્લા પંચાયતની ચૂંટણી

જેતપર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અજય લોરીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત-8 જેતપર બેઠક પરથી ચૂંટણી જંગમાં મેદાને ઉતારવામાં આવતા પક્ષના આદેશ મુજબ ભાજપના ઉમેદવાર અજય લોરીયા દ્વારા તેમના મતવિસ્તાર હેઠળ આવતા ગામોના પ્રવાસનો શુભારંભ કરવામાં આવ્યો છે.

મોરબીની જેતપર બેઠક પર ગોરધન ઝડફિયાનો ઝંઝાવાતી પ્રચાર
મોરબીની જેતપર બેઠક પર ગોરધન ઝડફિયાનો ઝંઝાવાતી પ્રચાર

By

Published : Feb 23, 2021, 3:11 PM IST

  • જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પર પ્રચાર પ્રવાસ શરૂ
  • સ્થાનિક મુદાઓને નેતાઓએ સાઈડમાં મુક્યા
  • અન્ય મુદાઓની ચર્ચા પ્રજા માટે શું કામની તે એક સવાલ

મોરબી: જેતપર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અજય લોરીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત-8 જેતપર બેઠક પરથી ચૂંટણી જંગમાં મેદાને ઉતારવામાં આવતા પક્ષના આદેશ મુજબ ભાજપના ઉમેદવાર અજય લોરીયા દ્વારા તેમના મતવિસ્તાર હેઠળ આવતા ગામોના પ્રવાસનો શુભારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પર પ્રચાર પ્રસાર શરૂ

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પરથી પ્રચાર શરુ કરવામાં આવ્યા હતા. દરમિયાન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ સાંસદ હરી પટેલની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે લક્ષ્મીનગર ગામેથી સવારે પ્રચારયાત્રા શરૂ કરી હતી. બાદમાં આ યાત્રા ભરતનગર, નવા સાદુળકા, જુના સાદુળકા, ભક્તિનગર, રવાપર નદી, શક્તિનગર, કેરાળા અને હરિપર જશે અને સાંજે પ્રચારયાત્રા જેતપર ખાતે પહોંચી હતી.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

જેતપર મુકામે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ સાંસદ હરિ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગન વડાવીયા સહિતના આગેવાનોનીની ઉપસ્થિતિ વચ્ચે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. જેમાં હરી પટેલ અને ગોરધન ઝડફિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે સ્થાનિક પ્રશ્નો કરતા અન્ય મુદાઓની ભાજપા દ્વારા વધુ ચર્ચા કરવામાં આવી રહી છે.

મોરબીની જેતપર બેઠક પર ગોરધન ઝડફિયાનો ઝંઝાવતી પ્રચાર

ABOUT THE AUTHOR

...view details