ગુજરાતના નાના, માધ્યમ અને મોટા કાળના ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વધુ ઉપયોગ કરે તેવા હેતુથી રાજ્ય સરકારે રૂ. 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નેચરલ ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગેસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવા આ બેઠકમાં મુખ્યપ્રધાને કરેલા સૂચનને પગલે આ જાહેરાત કરવામાં આવી છે.
સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર, ગેસના ભાવમાં ઘટાડો કરવા CMએ કરી જાહેરાત - Gujarati news
મોરબીઃ સિરામિક ઉદ્યોગ દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેના પગલે સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. તાજેતરમાં યોજેલી બેઠકમાં મુખ્યપ્રધાને ગેસના ભાવોની સમીક્ષા કરી હતી, જેમાં 2.50 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર ભારતમાં હાલ 8,910 ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વપરાશ કરે છે, જેમા 50 ટકા કરતાં વધુ એટલે કે 4,903,ઉદ્યોગોગૃહો તો માત્ર ગુજરાતમાં છે. આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગેસ દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો ઉદેશ છે.
તો ભાવ ઘટાડાના પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસનો ઉપયોગ માટે આકર્ષિત થશે. રાજય સરકાર વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે સકારાત્મક પગલાં ભરી રહી છે. ઉદ્યોગો દ્વારા હાલ વપરાશમાં લેવાતા અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ બધામાં નેચરલ ગેસ પ્રમાણમાં વધારે સસ્તું–સ્વચ્છ–સુરક્ષિત–અવિરત મળનારુ ઈંધણ છે. તો પ્રદુષણ મુક્ત ગુજરાતની સંકલ્પબદ્ધતા સાથે રાજ્યમાં CNG વાહનચાલકોની સાથે-સાથે વધુને વધુ ઉદ્યોગો પણ નેચરલ ગેસ આધારિત સ્થાપાય તે માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે. તો ગત સપ્તાહમાં જ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત આગામી 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 300થી વધુ CNG સ્ટેશનો સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવી છે. હવે નેચરલ ગેસ વપરાશકર્તા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપવા ઇન્ડસ્ટ્રિયલ ગેસના ભાવમાં ઘટાડાથી મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ફાયદો થશે જેથી ઉદ્યોગપતિઓમાં ખુશીની લહેર જોવા મળી છે.