મોરબી: ચોરનો કોઈ ધર્મ હોતો નથી, તેના માટે મંદિર શું અને મસ્જીદ શું, ચોરી કરવામાં તેમને કોઈપણ ભગવાનનો ડર લાગતો નથી. ત્યારે આવા શખ્સોથી ભગવાનના ઘર પણ સલામત રહ્યાં નથી. મોરબીમાં આવા જ એક તસ્કરે જિલ્લામાં અલગ-અલગ 10 મંદિરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ શાતિર ચોરને એમ હશે કે ઈશ્વર મારૂં કંઈ બગાડી શકતો નથી તો પોલીસ શું બગાડવાની ? પરંતુ તેનો આ વહેમ બહુ ઓછા સમયમાં નીકળી ગયો અને હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
કેવી રીતે ઝડપાયો આરોપી:મોરબી તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, લીલાપર ગામે મેલડી માતાજી મંદિરમાં થયેલી છત્તર ચોરીનો આરોપી મચ્છુ નદીના જોધપર ગામ તરફ જોવા મળ્યો છે. બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા સોનાના 2 છત્તર જપ્ત કરીને આશરે 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 32 વર્ષીય આરોપીનું નામ સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહેલ છે, જે રાજકોટના હુડકો ચોકડીમાં રહે છે. હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કર્યા હતો અને કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
આ તો રીઢો ચોર નીકળ્યો: ઉલ્લેખનીય છે કે, આરોપી સાગર ઉર્ફે લાલો દસ મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યો છે. તાલુકા પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ રીઢો ચોર હોવાનું ખુલ્યું છે, જે મોરબી જીલ્લા ઉપરાંત અનેક સ્થળોએ ચોરીને અંજામ આપી ચુક્યો છે.
કેવી રીતે આપતો ચોરીને અંજામ ? મોરબી પોલીસના શકંજામાં ફસાયેલ આરોપી ચોર ટેકનોલોજીથી અવગત હતો, જે ગૂગલ મેપ એપ્લીકેશનમાં અલગ-અલગ મંદિર સર્ચ કરી આભુષણો ચકાસતો હતો અને દિવસ દરમિયાન મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી સાથે માનતા કરવાના બહાને જઈને માણસોની ગેરહાજરીનો લાભ લઇ ચોરી કરતો હતો. લીલાપર મંદિરમાં ચોરી સિવાયના અન્ય ગુનામાં આરોપી સાગર સાથે રાજકોટનો અન્ય આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ સાથ આપતો હતો.
ક્યાં ક્યાં મંદિરોમાં કરી ચોરી ?
- ગોંડલ તાલુકાના મેટોડાથી લોધિકા જતા ચીભડા ગામે હનુમાનજી મંદિર
- ટંકારાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાંથી ચોરી
- રાજકોટ તાલુકાના થોરાળા વિસ્તારના તરખળીયા દાદા રામાપીર મંદિર
- જુનાગઢના વડાલ ગામ પાસે દશામાં મંદિર
- ધ્રોલ તાલુકાના લતીપર ગામની વાડીમાં આવેલું મેલડી માતાજીનું મંદિર
- રાજકોટથી કાલાવાડ જતી મોટા વડાળા ચામુંડા માતાજીનો મઢ
- સાવરકુંડલા પહેલા ૨ કિમી દુર ખોખરીયા હનુમાનજીનું મંદિર
- ધોરાજી-પાટણ વાવ વચ્ચે આવેલું રાંદલ માતાજી મંદિર
- જસદણથી ઘેલા સોમનાથ જતા કડકધાર ખોડીયાર માતાજીનું મંદિર
- Navsari Crime: નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું
- Surat Crime News : મુંબઈ પોલીસને હાથતાળી આપતા ચીટરને સુરત પોલીસે ઝડપ્યો