આ ગીત હાલ મોરબીમાં બની રહ્યું છે, ગીતમાં મોરબીનું ગૌરવ વધારતા શબ્દો સાથે મોરબીની ઓળખ સમાન નેહરુ ગેટ, ગ્રીન મંદિર, ઝુલતા પુલ સહિતની ઐતિહાસિક ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબીઃ ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાના સમન્વય સાથે 'GJ 36' સોંગ લોન્ચ - song
મોરબીઃ રાજાશાહીના સમયમાં મોરબીને પેરિસની ઉપમા આપવામાં આવી હતી. ઐતિહાસિક ધરોહરથી સંપન્ન મોરબી શહેર આજે ઔદ્યોગિક નગરી તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત બન્યું છે, ત્યારે ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાના સમન્વય સાથે મોરબીના યુવાને અનોખું ગીત બનાવ્યું છે. યુવાને GJ 36 મોરબી સોંગ લોન્ચ કર્યું છે.
morbi
આ ઉપરાંત, મોરબીની બજારો, ફરવા લાયક સ્થળોનો પણ સંગમ જોવા મળી રહ્યો છે. ગીતની રચના કરનાર યુવાન જણાવે છે કે, મોરબીના યુવાનોને ભવ્ય ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવા માટે તેમજ યુવાનો ગર્વ લઈ શકે તેવા હેતુથી ગીતની રચના કરવામાં આવી છે.