- મોરબીમાં વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું
- જાહેર પંડાલ અને ઘરોમાં ગણેશજી બિરાજમાન થયા
- ભક્તોએ ધામધૂમથી દૂંદાળા દેવનું કર્યું સ્વાગત
મોરબીઃ કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી લોકો તહેવારોની ઉજવણીથી વંચિત જોવા મળે છે. જોકે, હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં છે ત્યારે સરકારે પણ નિયમોના પાલન સાથે ગણેશોત્સવની ઉજવણીની મંજૂરી આપી છે. આથી આજે મોરબીમાં વાજતેગાજતે વિધ્નહર્તા દૂંદાળાદેવ ગણપતિ મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જાહેર પંડાલ તેમ જ ઘરોમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃકેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?
જિલ્લામાં 10 દિવસ સુધી જોવા મળશે ઉત્સવનો માહોલ
આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ મહારાજના સ્વાગત કરીને સ્થાપના કરવામાં આવી છે. તો સવાર, સાંજ, આરતી કરીને 10 દિવસ સુધી ગણપતિ ભગવાનની પૂજા-આરાધના કરવામાં આવશે. સરકારની મંજૂરીને પગલે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જાહેર પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો અનેક પરિવારોએ ઘરે જ ગણપતિ સ્થાપના કરીને પૂજાઅર્ચના કરી રહ્યા છે.
ભક્તોએ ધામધૂમથી દૂંદાળા દેવનું કર્યું સ્વાગત આ પણ વાંચોઃઆજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી
સરકારે મંજૂરી આપી હોવાથી ભક્તોમાં ખુશી
આ વર્ષે ગણેશોત્સવ માટે સરકારે મંજૂરી આપી હોવાથી જિલ્લાના ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લામાં ગણેશજીની ભક્તિ કરવા માટે શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ ઉત્સાહમાં છે. ત્યારે દરેક લોકોએ અલગ અલગ પ્રકારની ડિઝાઈનવાળી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે.