- મચ્છુ નદીમાં ગાંડી વેલનુ સામ્રાજ્ય
- ગામ લોકો વેલના કારણ પરેશાન
- તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે
મોરબી: કોરોના કેસમાં ધીરે ધીરે રાજ્યમાં ઘટાડો થઈ રહ્યો છે પણ પાણીજન્ય રોગોનું પ્રમાણ વઘ્યું છે, એવામાં ચોમાસુ આવતા મચ્છુ નદીમાં લીલી વેલ થઇ ગઈ છે અને વેલની આખી જાજમ પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. જે લીલી વેલને પગલે નદીમાં કોઈ પડી ગયું હોય તેવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે અને લીલીના કારણે બિમારીઓ ફેલાવવાની પણ ભીતી ગામવાસીઓંમાં છે.
મૂર્તિ વિસર્જનમાં પણ તકલીફ
નજીકના દિવસોમાં ગણેશ મહોત્સવનો તહેવાર આવી રહ્યા છે, જે બાદ ભગવાનની મૂર્તિ વિસર્જિત નદીમાં કરવામાં આવતુ હોય છે. પરંતુ ગાંડી વેલના સામ્રાજ્યને પગલે મૂર્તિ વિસર્જન કરાય તેમ પણ નથી. નદીમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે જેથી ગંદકી ફેલાય છે જેથી તહેવારોમાં મૂર્તિ વિસર્જન, નવરાત્રીમાં ગરબા વિસર્જનને ધ્યાને લઈને નદીની ગાંડી વેલ તાત્કાલિક દુર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.