ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી એલસીબી ટીમના બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓ ઝડપાયા - crime news

મોરબીમાં બે સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફીયા સિરામિક કારખાનાની મજૂરોની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી LCB ટીમે બાતમીના આધારે દરોડો કરતા 6 પત્તાપ્રેમીની ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ લાલપર નજીકના કોમ્પ્લેક્ષની દુકાનમાં જુગાર રમતા ત્રણને ઝડપીને રોકડ અને મોબાઈલ સહીત 57 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

મોરબી એલસીબી ટીમના બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓ ઝડપાયા
મોરબી એલસીબી ટીમના બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓ ઝડપાયા

By

Published : Dec 12, 2020, 5:06 PM IST

  • મોરબી LCB ટીમના બે સ્થળે જુગારના દરોડા
  • સિરામિકની ઓરડીમાં ચાલતા જુગાર પર પાડ્યો દરોડો
  • લાલપર ગામે કોમ્પલેક્ષમાં દુકાનમાં જુગાર રમતા ઝડપી પાડ્યા

મોરબી : મોરબીમાં બે સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફીયા સિરામિક કારખાનાની મજૂરોની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી LCB ટીમે બાતમીના આધારે દરોડો કરતા 6 પત્તાપ્રેમી ઝડપાયા હતા. જ્યારે મોરબીના લાલપર નજીકના કોમ્પ્લેક્ષની દુકાનમાં જુગારની બાતમી મળતા LCB ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહીત 57 હજારનો મુદામાલ જપ્ત કરી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


સિરામિકની ઓરડીમાં ચાલતા જુગાર પર પાડ્યો દરોડો

મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી LCB પી.આઈ વી.બી.જાડેજા તથા PSI એન.બી.ડાભીની સૂચનાથી પેટ્રોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમતા દીપકભાઈ સુંદરજીભાઈ પેથાપરા, હાર્દિકભાઈ મનસુખભાઈ ધમાસણા, પ્રહલાદભાઈ મનજીભાઈ કાલરીયા, નિર્મલભાઈ વિરાભાઈ કાનગડ, નીલેશભાઈ કાનજીભાઈ ધમાસણા અને દીપકભાઈ પ્રભુદાસભાઈ ગણાત્રાને રોકડ રકમ 1,15,000 અને મોબાઈલ નંગ-6 કિંમત રૂ,35,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાલપર ગામે કોમ્પલેક્ષમાં દુકાનમાં જુગાર રમતા ઝડપી પાડ્યા

જ્યારે બીજા બનાવમાં મોરબીના લાલપર પાસેના રીયલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે દુકાન નં 40 માં જુગારની બાતમી મળતા LCB ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા આશીફ મહમદહુશેન સુમરા, લક્ષ્મણ ગોકળ ભરવાડ અને યાકુબ ખાન અબ્દુલ ખાલિક પઠાણ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ 42,000 અને 3 મોબાઈલ કિંમત રૂ.15,000 મળીને કુલ 57,000 નો મુદામાલ જપ્ત કર્યો છે. તો રેડ દરમિયાન આરોપી અસ્લમ અબ્દુલ સુમરા નાસી ગયો હોવાથી તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details