મોરબીઃ શ્રાવણ માસની શરૂઆતથી જ જુગારની મોસમ જોરશોરથી ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં જુગારીઓ બેફામ બન્યા છે. જેને રોકવામાં માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે મોરબી જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને 19 પત્તાપ્રેમીઓને રૂપિયા 62,390ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવમાં માળીયાની કુંભાર શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે માળીયા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સલીમ બરકતઅલી ધમાણી, જયેશ મગન મીરાણી, યાસીન અયુબ ભટ્ટી, હાજી હુશેન પારેડી, ચંદુ પ્રભુ કુરિયા, ભાવેશ તેજ ખીંટ, યુસુબ હૈદર કટિયા અને રૂખડ નાજા ભૂંડીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 26,390 જપ્ત કરી છે.