મોરબીની કેમીકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહી - Gujarati news
મોરબીઃ સીરામીક ઉદ્યોગ માટે પ્રખ્યાત મોરબીના શોભેશ્વર રોડ પરની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. ફાયરની ટીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીની કેમીકલ ફેક્ટરીમાં ભીષણ આગ
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તામાં આવેલી આનંદ કેમિકલ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ મોરબી ફાયરની ટીમ થતાં તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સમય સર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી.