- મોરબીમાં યુવા અગ્રણી દ્વારા ફંડ એકત્રીકરણ અભિયાન
- આતંકી હુમલાના શહીદ પરિવારો માટે ફંડ એકઠું ઝુંબેશ
- જીલ્લા પંચાયતના ચેરમેન લોરિયાનું પ્રેરણાદાયી કાર્ય
મોરબીઃ જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં તાજેતરમાં આતંકી હુમલા(Terrorist attacks)માં કારણે દેશના જવાનો શહીદ થયા છે. જેમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, કેરળ અને ગુજરાતના 6 જવાનો દેશે ગુમાવ્યા છે. ત્યારે શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાના ઉદેશ્ય સાથે મોરબી(Morbi) જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા ફંડ એકત્રીકરણ(Fundraising) શરુ કરવામાં આવ્યું છે.
આગાઉ શહીદ પરિવારોને આર્થિક મદદ પહોચાડી છે.
અગાઉ પણ દેશના વીર જવાનોની શહાદતનું ઋણ ઉતારવા અજયભાઈ લોરિયાએ ફંડ એકત્ર કરીને જવાનોના ઘરે પહોંચીને હાથોહાથ આર્થિક મદદ પહોંચાડી છે. તો જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરવાના ભાવ સાથે દેશભક્ત યુવાન અજયભાઈ લોરિયા દ્વારા શહેરના સુપર માર્કેટ ખાતે ફંડ એકત્રીકરણ અભિયાન શરુ કરાયું છે. મોરબી ખાતે ફંડ એકત્ર કરીને શહીદ પરિવારોને પહોંચાડવામાં આવશે. જેથી શહીદ પરિવારોનું ઋણ અદા કરવાના સેવાકાર્યમાં નાગરિકોએ સહયોગ આપવા અજયભાઈ લોરિયાની ટીમે અપીલ કરી છે.
મોરબીમાં આતંકી હુમલાના શહીદ પરિવારો માટે ફંડ એકત્રીકરણ અભિયાન શહીદ પરિવારોને હાથોહાથ આર્થિક મદદ પૂરી પાડી તો આગાઉ પુલવામાં અને ઉરી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારજનોને અજયભાઈ લોરિયાની ટીમે ફાળો એકત્ર કરીને હાથોહાથ પહોચાડી શહીદ પરિવારો સાથે ઉભા રહ્યા અને મદદની પૂરી પાડી હતી. આ પણ વાંચોઃ
દિવાળીમાં મુસાફરોને મુશ્કેલી ન પડે માટે ST નિગમે મૂકી 1,200 એક્સ્ટ્રા બસો, ચૂકવવું પડશે વધુ ભાડું આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે ડ્રોન વડે દારૂની ભઠ્ઠીઓ પર પાડ્યા દરોડા, 43 લીટર દારૂ ઝડપાયો