ગુજરાત

gujarat

મોરબીમાં એક ગ્રાહકે ખરીદેલ બ્રેડમાંથી મૃત ઉંદર નીકળતા ચકચાર

By

Published : Dec 12, 2019, 11:15 PM IST

મોરબી: ક્રિષ્ના બેકરીમાંથી એક ગ્રાહક બેકરીમાંથી પાઉં ખરીદતા પાઉંમાંથી મૃત ઉંદરનું બચ્ચું નીકળતા ગ્રાહકે બેકરી સંચાલકને ફરિયાદ કરી હતી. જો કે, બેદરકારી છતાં યોગ્ય જવાબ ન મળતા ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. જયારે બીજી બાજુ બેકરી સંચાલકે યોગ્ય તકેદારી રાખતા હોવાનું જણાવ્યું હતું.

morbi
મોરબી

મોરબી ક્રિષ્ના બેકરીમાંથી દીપકભાઈ હડીયલ નામના ગ્રાહકે પાઉં ખરીદી કરી હતી. જે પેકેટ ઘરે ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું હતું. જો કે, પાઉં ઉપયોગમાં લેવાય તે પૂર્વે જ ધ્યાને આવી જતા ગ્રાહક બેકરીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ બેકરી સંચાલકે તેને સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ત્યારે ખાદ્ય ચીજમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું જણાવીને ગ્રાહકે યોગ્ય તપાસની માંગ કરી હતી.

મોરબીમાં એક ગ્રાહકે ખરીદેલ બ્રેડમાંથી મૃત ઉંદર નીકળતા ચકચાર

જયારે સમગ્ર બનાવ અંગે ક્રિષ્ના બેકરીના સંચાલક મનસુખભાઈ જણાવે છે કે, તેની બેકરી 19 વર્ષથી કાર્યરત છે. ક્યારેય ગ્રાહકોની કોઈ ફરિયાદ આવી નથી. ખાદ્ય ચીજોમાં બેદરકારી ચાલે નહી તેવો સ્વીકાર કર્યો હતો. તેઓ પાસે બેકરીના જરૂરી લાયસન્સ છે. આ બનાવને પગલે તેઓએ તુરંત સ્ટાફની પૂછપરછ કરી હતી. તેમજ બેદરકારીના રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આવો મામલો બીજી વખત ન બને તેની પણ તેઓએ ખાત્રી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details