ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં મશ્કરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મિત્રોના હાથે મિત્રની કરપીણ હત્યા - હળવદ

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં છ મિત્રો પાનના ગલ્લે મશ્કરી કરતાં હતાં તે દરમિયાન કોઇ વાતે બોલાચાલી થઇ હતી. જે ઉગ્ર બનતાં પાંચ મિત્રોએ ભેગાં મળી એક યુવાનને છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદમાં મશ્કરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મિત્રોના હાથે મિત્રની કરપીણ હત્યા
હળવદમાં મશ્કરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મિત્રોના હાથે મિત્રની કરપીણ હત્યા

By

Published : Mar 15, 2021, 1:24 PM IST

  • હળવદમાં યુવાનને મિત્રો સાથેની મસ્તી ભારે પડી
  • મશ્કરી બાદ બોલાચાલી હત્યામાં પરિણમી
  • છરી અને ધોકાના ધા મારી મિત્રોએ કરી મિત્રની હત્યા


    મોરબીઃ હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પાનના ગલ્લે 6 મિત્રો મૃતક અવેશ જંગિયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ ઈસા કાજડિયા, અબ્દુલ ઇસા કાજડિયા, ગફુર ઇસા કાજડિયા ભેગાં થયાં હતાં અને મસ્તી કરતાં હતાં. જો કે આ મસ્તીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં હાજર પાંચ મિત્રોએ બોલાચાલી કર્યા બાદ અવેશ કાસમભાઇ જંગિયા (મીયાણા, ઉં. વ.18) નામના યુવાનને માથામાં ધોકો અને છરીનો ધા મારી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને હળવદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સઘન સારવાર મળે એ પહેલાં જ યુવકે દમ તોડયો હતો.

    આ પણ વાંચોઃ મોરબીના ખાટકીવાસમાં ડબલ હત્યા કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

પાંચ મિત્રો સામે નોંધાયો હત્યાનો ગુનો

આમ મશ્કરીમાં પાંચ મિત્રોએ મળીને યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો મોરબી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને બનાવ અંગે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હળવદ પી. આઈ. દેકાવાડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details