ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી તાલુકા પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો - બ્રાંચના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવા

પોલીસની નોકરી સ્ટ્રેસવાળી હોય છે. જેના પગલે અનેક રોગોથી પોલીસ અધિકારી અને કર્મચારી પીડાતા હોય છે. ત્યારે પોલીસ અને તેના પરિવારના આરોગ્ય માટે મોરબીની તાલુકા પોલીસ લાઈન ખાતે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

મોરબી તાલુકા પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
મોરબી તાલુકા પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

By

Published : Mar 15, 2020, 4:48 PM IST

Updated : Mar 15, 2020, 5:39 PM IST

મોરબીઃ તાલુકા પોલીસ લાઈન ખાતે આયોજિત કેમ્પમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન મોરબી બ્રાંચના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. કેમ્પમાં મોરબી સીટી-A ડીવીઝન, સીટી ડીવીઝન, તાલુકા પોલીસ અને માળીયા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

કેમ્પમાં વિવિધ રોગોનું નિદાન નિષ્ણાંત ડોક્ટરોની ટીમે કર્યું હતું. પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના આરોગ્યની જાળવણી માટે દર વર્ષે મેડીક્લ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું.

Last Updated : Mar 15, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details