મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં જુગાર રમતા ચાર ઝડપાયા - Krishna Park Society in Morbi
મોરબી શહેરની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા હતા. પોલીસ અનેક સ્થળોએ રેડ કરીને જુગારીઓ સામે કાર્યવાહી કરી રહી છે. જેમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ પરની ક્રિષ્ના પાર્ક સોસાયટીના મકાનમાં દરોડો પાડતા જુગાર રમતા ચારને ઝડપી લઈને લાખોની રોકડ જપ્ત કરી છે.
મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: શહેરની કન્યા છાત્રાલય રોડ પરની ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નં. 1માં રહેતા હિતેષ સુવારીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કરી જુગાર રમતા હિતેષ સુવારીયા, કેતન સવસાણી, વિશાલ જીવાણી અને મંગલ જીવાણી ચારની ધરપકડ કરતા રોકડ રકમ રૂપિયા 3,11,500 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.