મોરબીઃ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ ચાર કેસો સામે આવ્યા છે, તો 15 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધતા મોરબી આરોગ્ય વિભાગમાં ચિંતા વધી રહી છે અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે સતત કામગીરી કરી રહ્યા છે.
મોરબીમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, ૧૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ કોરોનાથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મોરબીમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાતા કુલ આંકડો 341 પર પહોંચ્યો છે.
મોરબીમાં નવા ચાર કેસમાં નવલખી રોડના રહેવાસી 43 વર્ષના પુરુષ, સુદર્શન સોસાયટી રાઘવ એપાર્ટમેન્ટના રહેવાસી 54 વર્ષના પુરુષ, સર્કીટ હાઉસ રોડ પરની શિવમ સોસાયટીના 58 વર્ષના મહિલા અને 56 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શુક્રવારે વધુ 15 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે અને આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા ચાર કેસો સાથે કુલ કેસનો આંક 341 પર પહોંચ્યો છે. જેમાં 137 સક્રિય કેસ, 183 દર્દીઓ સ્વસ્થ થયા છે, જયારે જિલ્લામાં કુલ 21 દર્દીના મૃત્યુ થયા છે.