ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, વધુ ૪ કેસ નોંધાયા - કોરોનાવાઈરસ

કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં દિન-પ્રતિદિન ચાર-પાંચ કેસ સામાન્ય થઇ ગયા છે. એવામાં મોરબીમાં વધુ 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

corona
corona

By

Published : Jul 10, 2020, 9:57 AM IST

મોરબી: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 861 મામલા નોંધાયા છે. ગુરુવારે ગુજરાતમાં 15 દર્દીઓના મોત થયાં હતાં અને આ સાથે કુલ મૃત્યુઆંક 2,010 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 39280ને પાર પહોંચી ગયો છે. કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે બુધવારે મોરબી જિલ્લામાં કોરોનાના 7 કેસ નોંધાયા બાદ ગુરુવારે પણ કોરોના કહેર જોવા મળ્યો હતો. મોરબી શહેરમાં વધુ 4 કેસ નોંધાયા છે.

જેમાં મોરબીના રવાપર રોડ રઘુવીર સોસાયટીના ૫૫ વર્ષના પુરુષ, મંગલ ભુવન નાગર પ્લોટના ૬૫ વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ ૨ ના રહેવાસી ૪૪ વર્ષના પુરુષ અને રવાપર રોડ સિદ્ધી વિનાયક પાર્કના ૬૫ વર્ષના પુરુષના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગુરુવારે મોરબી જિલ્લામાં કુલ 8 કેસ નોંધાયા છે અને જિલ્લાનો કુલ આંક ૭૮ પર પહોંચી ગયો છે

ABOUT THE AUTHOR

...view details