મોરબીઃ મોરબીના રવાપર વિસ્તારમાં ધુનડા રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. તેમની પાસેથી રૂપિયા.41,700 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રવાપર ધુનડા રોડ પર જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા - જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબીના રવાપર વિસ્તારમાં ધુનડા રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. તેમની પાસેથી રૂપિયા.41,700 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પોલીસ સ્ટાફના પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા, નારણભાઈ છૈયા, નાગદાનભાઈ ઈશરાણી, સંજયભાઈ રાઠોડ, વાસુદેવભાઈ, મયુરભાઈ ચાવડા અને સિદ્ધરાજભાઈ લોખીલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા નીતિનપાર્ક નજીક જુગાર રમતા લલીતભાઈ ગંગારામભાઈ હાલપરા, નીતિનભાઈ શાંતિલાલ ફેફર, કિરીટભાઈ શાંતિલાલ ફેફર અને અલ્પેશભાઈ ગંગારામભાઈ હાલપરાને રોકડા રકમ રૂપિયા.41,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.