મોરબી: લોકડાઉન દરમિયાન શકુનીઓ બે ખોફ બની ઘરોમાં જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વાંકાનેરના નવાપરા ધર્મનગર આવેલા રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના ધર્મનગરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા - વાંકાનેરના જુગારીયા
વાંકાનેર સીટી પોલીસે જુગાર રમતા 4 લોકોની ધરપકડ કરી છે. આ લોકો ઘરમાં જ જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે કિંમત રૂ. 70,200ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. એચ. એન. રાઠોડની સુચનાથી પોલીસ સ્ટાફ કિરીટસિંહ ઝાલા, પ્રદીપભાઈ બોરાણા, અશ્વિનસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના નવાપરા ધર્મનગરમાં આવેલા આરોપી કાનાભાઈ ઠાકરશીભાઈ સોડમિયાના મકાનમાં જુગાર રમતા કાનાભાઈ ઠાકરશીભાઈ સોડમિયા, રાજુભાઈ કરશનભાઈ ડાભી, ઈમરાનભાઈ હનીફભાઈ જામ અને ભરતભાઈ ગોરધનભાઈ વીરજાને રોકડ રકમ રૂ. 61,200, મોબાઈલ નંગ-3 કીમત રૂ. 9000 એમ કુલ મુદામાલ કિંમત રૂ. 70,200 સાથે વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા હતા.