ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા - વાંકાનેર તાજા સમાચાર

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વીડી જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડી 94,600નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા
વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

By

Published : Aug 6, 2020, 2:56 PM IST

મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વીડી જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડી 94,600નો મુદામાલ જપ્ત કર્યો હતો.

વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ભીખુભાઈ દાદભાઈ તકમરીયા, દિલીપભાઈ નાકુભાઈ ખાચર તેમજ મનસુખ સોમાભાઈ ડુમાંણીયા, કિશોરસિંહ હનુભા જાડેજાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 94,600 લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details