- મોરબીના ખોખરા હનુમાન હરિધામમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો
- આ સમારોહમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત
- વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નવા ભવનનો યોજાયો ઉદ્ઘાટન સમારોહ
મોરબીઃ જિલ્લાના ખોખરા હનુમાન હરિધામમાં વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકૂળના નવા ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તેમ જ પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમ જ મહામંડલેશ્વરમાં કનેશ્વરી દેવીના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો-નીતિન પટેલ સહિત નારાજ પ્રધાનોને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે: હાર્દિક પટેલ
સત્તા હોય કે ન હોય પણ બોલાવ્યો તેનો આનંદ નીતિન પટેલે વ્યક્ત કર્યો
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સત્તામાં હોય કે ન હોય, પરંતુ તેમને બોલાવે તે મહત્ત્વનું છે.ય મંદિરનું જ્યારે તેમને આમંત્રણ મળ્યું ત્યારે તેઓ નાયબ મુખ્યપ્રધાન હતા અને બાદમાં પરિસ્થિતિ બદલાઈ હતી છતાં માતાજીએ તેઓને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું જ છે તેવું આમંત્રણ આપતા તેઓ અહીં પધાર્યા હોવાનું જણાવ્યું હતું