- મોરબીના રાજપર નજીક જંગલ કટિંગ શરુ
- જન્માષ્ટમી બાદ એરપોર્ટ કમ્પાઉન્ડ વોલનું કામ શરુ કરાશે
- 5.5 કિ.મી.ની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે
મોરબી: જિલ્લાના રાજપર ગામ નજીક એરપોર્ટ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં કમ્પાઉન્ડ વોલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી હાલ જંગલ કટિંગ શરુ કરાયું છે અને બાદમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી શરુ કરવામાં આવી છે.
મોરબીના રાજપર નજીક જંગલ કટિંગ શરુ, જન્માષ્ટમી બાદ એરપોર્ટ કમ્પાઉન્ડ વોલનું કામ શરુ કરાશે 5.5 કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે
માર્ગ અને મકાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, જમીન સંપાદન સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાથી હવે જંગલ કટિંગનું કામ શરુ કરવામાં આવ્યું છે. તેમજ 6 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટની 5.5 કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. જંગલ કટિંગ કામગીરી પૂર્ણ થયા બાદ સાતમ આઠમ તહેવારો બાદ કમ્પાઉન્ડ વોલની કામગીરી શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો:એક સમયે એરપોર્ટ પાસે ઢોર ચરાવતા પિતાની પુત્રી બની પાયલોટ