મોરબીના માધાપર શેરી નં 6માં રહેતા મકનભાઈ ભવાનભાઈ ડાભીના પત્ની શાંતાબેનનું અવસાન થયું હતું. જેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી જો કે, માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટરને પગલે ડાઘુઓને ગટરના ગંદા પાણીમાં ઉભા રહેવું પડ્યું હતું અને આવા ગંદા પાણીના તલાવડા વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો હતો.
મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર વચ્ચે સ્મશાનયાત્રા કાઢવા મજબૂર - Area above Morbi
મોરબીઃ શહેરના માધાપર વિસ્તારમાં મહિનાઓથી ગટર ઉભરાય છે. જે મામલે સ્થાનિકોએ ઉપવાસ આંદોલન સુધીની લડત આપ્યા છતાં તંત્રએ ધરાર પ્રશ્નને સળગતો રાખ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં એક વ્યક્તિનું અવસાન થતા સ્મશાનયાત્રા ગટરના ગંદા પાણી વચ્ચેથી કાઢવાની ફરજ પડી હતી.
મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર વચ્ચે સ્મશાનયાત્રા કાઢવાની મજબૂરી
જેથી સ્થાનીકોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં ગટરના પ્રશ્ને પાલિકાને અનેક લેખિત રજૂઆત ઉપરાંત આંદોલન સુધી લડત સ્થાનિકોએ આપી છે પરંતુ નીમ્ભરતંત્રમાં શરમ બચી જ નથી અને ઉભરાતી ગટરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવ્યા ના હોય. જેથી પણ માધાપરમાં ઉભરાતી ગટરની સમસ્યા નાગરિકોને સતાવી રહી છે.