બનાવની મળતી વિગત મુજબ, મોરબી મચ્છુ 3 ડેમમાં ગત સાંજના સમયે ત્રણ જેટલા યુવકો માછીમારી કરવા માટે ગયા હતા. જેમાં મૂળ છોટા ઉદેપુરનો અને હાલ માળિયા તાલુકના વાધરવા ગામે રહેતો વિનાભાઈ નાયક (ઉ.વ.30) નું ડૂબી જવાથી મોત થયુ હતું.
મચ્છુ 3 ડેમમાં માછીમારી કરવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત
મોરબી: મચ્છુ 3 ડેમમાં ગત સાંજના સમયે ત્રણ જેટલા યુવકો માછીમારી કરવા ગયા હતા. જેમાંથી એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતુ. જયારે અન્ય બે યુવકો બચાવ થયો હતો.
morbi
જયારે અન્ય બે યુવકો બચી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જયારે ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની વધુ તપાસ તાલુકા પોલીસના અશોક દેત્રોજા ચલાવી રહ્યા છે અન્ય બે યુવકો જે સાથે હતા તે ક્યાં છે તેની પણ પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી છે.