ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના પોઝિટિવ કેસ : મોરબીમાં ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટને ક્વોરેન્ટાઇન કરાયો

મોરબીમાં હજુ સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ આવ્યો ના હતો. જોકે રવિવારે મોરબીમાં પ્રથમ પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે અને એપાર્ટમેન્ટ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

મોરબી કોરોના પોઝીટીવ કેસને ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટને કોરોનટાઈન કરાયો
મોરબી કોરોના પોઝીટીવ કેસને ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટને કોરોનટાઈન કરાયો

By

Published : Apr 5, 2020, 8:11 PM IST

મોરબીઃ શહેરના ઉમા ટાઉનશીપના રહેવાસી ૫૨ વર્ષીય વ્યક્તિને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તાકીદની બેઠક મળી યોજાઈ હતી, જિલ્લા કલેકટર જે.બી.પટેલ અને આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાની બેઠક મળી હતી અને તુરંત એક્શન લેવાની ચર્ચા કરાઈ હતી. જે બેઠક બાદ તંત્રએ તુરંત એક્શન શરૂ કરી છે.

કોરોના પોઝિટિવ વ્યક્તિ મોરબીના ઉમા ટાઉનશીપના રહેવાસી છે, જેથી આરોગ્ય તંત્ર ટીમે ઉમા ટાઉનશીપ ખાતે આવેલા ગીતાંજલિ એપાર્ટમેન્ટને હોમ કોરોનટાઈન કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ એપાર્ટમેન્ટ પાંચ માળનો છે, જેના તમામ રહીશોને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે. જોકે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું આરોગ્ય તંત્રને જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details