- મોરબીના ખાટકીવાસમાં બાઈક અથડાવવા મુદે ફાયરિંગ
- બાઈક અથડાતા મારામારીની ઘટના બાદ ફાયરિંગ કરાયું
- પોલીસ ટીમ દોડી ગઈ, વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મોરબી : ખાટકીવાસ વિસ્તારમાં રવિવારના રોજ મારામારીની ઘટના બની હતી. આ મારામારીના બનાવમાં ફાયરિંગ થતા એક યુવાનને ગોળી વાગતા મોત થયું હતું. તો રાજકોટ સારવારમાં પણ એક યુવાનનું મોત થયું હતું. બનાવમાં બે યુવાનના મોત થયા છે તો ચાર જેટલા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
2 ના મોત, અન્ય 4 ઈજાગ્રસ્ત થતા રાજકોટ ખસેડવામાં આવ્યા
મારામારી બાદ 2 થી 3 ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે તો બઘડાટીમાં બાઈકમાં તોડફોડ થવા પામી હતી સાથે જ સ્થળ પરથી ધોકા જેવા હથિયારો પણ મળી આવ્યા હતા હાલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મૃતક આદીલ નામનો યુવાન સુન્ની મુસ્લિમ સમાજનો પ્રમુખના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે