જામનગરઃ ધ્રોલમાં બપોરના સુમારે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફાયરિંગ બાદ બંને ઇસમો નાસી ગયા હતા. જેને પગલે જામનગર પોલીસે નાકાબંધી કરી હતી. તેમજ જામનગરની નજીક આવેલા મોરબી જિલ્લામાં પણ આ અંગે મેસેજ મળ્યાં હતા. જેથી ફાયરિંગ કરનાર ઈસમો મોરબી તરફ આવે તેવી શક્યતાને પગલે મોરબી સીટીએ ડીવીઝન ટીમ એલર્ટ મોડમાં આવી હતી. A- ડીવીઝનના D- સ્ટાફ દ્વારા ફાયરિંગના બે આરોપીને મોરબીના રાજપર નજીકથી ઝડપી લીધા હતા.
ધ્રોલમાં ફાયરિંગ કરી ફરાર થયેલા બે ઇસમોને મોરબી પોલીસે કરી ધરપકડ
જામનગર જિલ્લાના ધ્રોલમાં બપોરના સુમારે બે ઈસમો ફાયરિંગની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. બનાવ અંગે મોરબી પોલીસને જાણ થતા મોરબી A - ડીવીઝન પોલીસની ટીમે રાજપર નજીકથી બંને ઈસમો દબોચી લીધા હતા.
ધ્રોલમાં ફાયરિંગ કરી ફરાર થયેલા બે ઇસમોને મોરબી પોલીસે કરી ધરપકડ
ઝડપાયેલા આરોપી મુસ્તાક રફીક પઠાણ અને અનિરૂદ્ધસિંહ સોઢા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતુ. બે આરોપીને ઝડપી લેવાયાની જાણ થતા જામનગર પોલીસ ટીમ દોડી આવી હતી. બંને આરોપીને ઝડપી કાર સહિતનો મુદામાલ જપ્ત કરાયો હોતો. જે જામનગર પોલીસને સોપતા જામનગર પોલીસ આરોપીનો કબ્જો મેળવી જામનગર જવા રવાના થઇ હતી.
Last Updated : Mar 6, 2020, 7:56 PM IST