સાયલાના ચોરવીરા ગામે ફાયરીગ, 3 લોકો ઇજાગ્રસ્ત - surendrangar
સુરેન્દ્રનગરઃ શહેરમાં બે વ્યકિતઓ વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી થતા ઝધડો થયો હતો. જૂની મનદુઃખ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. એક વ્યક્તિ દ્રારા ફાયરીગ કરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ટી.બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્ધારા કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા અને બે જણાને સામાન્ય ઈજા પહોંચી હતી.
સ્પોટ ફોટો
સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં રવિવાર મોડી સાંજે ફાયરીંગ કરવામાં આવતા વેમા રામા શિહોરા, દેલજી ધુડા શિહોરા અને મધુબેન ઘુઘા શિહોરાને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતા 108 દ્વારા ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.