ગુજરાત

gujarat

ETV Bharat / state

કલેક્ટરની સૂચનાથી મોરબીમાં કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરાયું - covid Hospitals in Morbi

કલેક્ટરની સૂચનાને પગલે મોરબીની કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ઘણી હોસ્પિટલ્સ પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે.

morbi news
morbi news

By

Published : Nov 30, 2020, 7:00 AM IST

  • કલેક્ટરની સૂચનાથી મોરબીમાં કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરાયું
  • કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી મામલે સઘન ચકાસણી
  • હોસ્પિટલ પાસે ન મળ્યા ફાયર NOC

મોરબી: રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ દુર્ઘટના બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા કલેક્ટરે કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, ઇલેક્ટ્રિકસીટી અને સિવિલ હોસ્પિટલ સહિતની ટીમ મળી કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી મામલે ચકાસણી કરવામાં આવી હતી.

કોવિડ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી મામલે સઘન ચકાસણી

મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના આદેશને પગલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દુધરેજીયાના પ્રતિનિધિ, આરોગ્ય વિભાગના ડૉ. હાર્દિક રંગપરીયા, ઇલેક્ટ્રિકશન વિભાગ ઇન્સ્પેક્ટર તેમજ નગરપાલિકાના ફાયર વિભાગ સહિતની ટીમ સાથે મળી મોરબીની સરકારી અને ખાનગી મળીને 5 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીમાં મામલે ચેકિંગ કર્યું હતું. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ, મોરબી કોવિડ હોસ્પિટલ, શિવમ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા તથા NOC બધું જ બરાબર જોવા મળ્યું હતું. જ્યારે સદભાવના હોસ્પિટલ અને પ્રભાત હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ જોવા મળી હતી, પરંતુ ફાયર સેફ્ટી માટે જરૂરી NOC મળ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

હોસ્પિટલ દ્વારા ફાયર NOC માટે રજૂઆત

જેમાં જવાબદાર તંત્રની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું. આ બન્ને હોસ્પિટલ્સ દ્વારા ફાયર NOC માટે જવાબદાર તંત્રને દોઢ મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જવાબદાર તંત્રે મોરબીની આ બન્ને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરે પછી જ NOC મળે એમ છે, પણ રાજકોટના સંબધિત તંત્રએ આ મામલે હજૂ સુધી ચેકિંગ જ કર્યું નથી. જે કારણે આ બન્ને હોસ્પિટલને ફાયર NOC મળ્યા નથી. આમ તંત્રની આળસને લીધે NOC મળ્યું નથી, પણ હોસ્પિટલ વિભાગ દ્વારા તમામ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details