પાડોશીઓની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી - gujarat
મોરબીઃ શહેરના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના મકાનમાં ગેસના બાટલામાં આગ લાગી હતી. સળગતા બાટલાને લઈ લોકોનો જીવ પડીકે બંધાયા હતા. આસપાસમાંથી એકત્ર થઇ ગયેલા લોકોએ સમયસૂચકતા વાપરી સળગતા બાટલાને ઘરની બહાર લઈ જવામાં આવ્યો હતો. જેથી મોટી દુર્ધટના ટળી છે.
પાડોશીઓએની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહેવાસી અમરદીપ ચૌહાણના ઘરમાં ગેસના બાટલામાં આગ લાગી હતી. ઘટના અંગે લોકોને જાણ થતા સળગતા બાટલાને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઇ જવામાં આવ્યો હતો. આગને પગલે ઘરનો સામાન બળીને નાશ થયો હતો. ગેસનો બાટલો સળગ્યો ત્યારે ઘરમાં બે મહિલા, બે બાળકો સહીત પાંચ લોકો હાજર હતા. પરંતુ ઘટનામાં કોઈ જાનહાની પહોચી ન હતી. પાડોશીઓ અને ગેસ એજન્સી ટીમની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.