હળવદઃ માળીયા હાઈવે પર આવેલી એલીગન્સ ફૂડસ નામની ફેક્ટરીમાં ગુરુવારની વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
હળવદ હાઈવે પર આવેલી એલીગન્સ ફૂડ ફેક્ટરીમાં આગ - LATEST NEWS OF MORBI
હળવદ-માળીયા હાઈવે પર આવેલી એલીગન્સ ફૂડસ નામની ફેક્ટરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
મોરબી
આગ વિકરાળ હોવાથી રાજકોટથી પણ ફાયરની ટીમ બોલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. ફેક્ટરીમાં શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે આગમાં મોટું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી હતી.