ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ વિરૂદ્ધ 2017માં લાંચ માંગવાનો ગુનો દાખલ - મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ

મોરબીઃ જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ અને જે તે વખતે કારોબારી અધ્યક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસ નેતા સામે ACBની ટીમે લાંચ માંગવાના કેસમાં ગુનો દાખલ કર્યો છે, જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

district-panchayat-president

By

Published : Sep 21, 2019, 6:39 AM IST

રાજકોટ શહેર ACB પી.આઈ. એચ. એસ. આચાર્યએ ફરિયાદી બની આ અંગે ગુનો નોંધાવ્યો છે. તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ અને હાલના જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા 6 એપ્રિલ. 2017ના રોજ બિનખેતી જમીન માટે 3 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજકોટના રહેવાસીની માલિકીની વાંકાનેર મકતાનપર ગામની સર્વે નં.40ની ખેતીની કુલ 29543-00 ચો.મી.પૈકી 19526-00 ચો.મી. જમીન પથ્થરો કાઢવા માટે આ જમીન બિનખેતી કરાવવા માટે જીલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે અરજી પ્રકરણમાં મુકી હતી.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ વિરૂદ્ધ 2017માં લાંચ માંગવાનો ગુનો દાખલ

જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે તે વખતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચીખલીયાએ પોતાની પદાધિકારી તરીકેના હોદા અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની ખેતીની જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે 1 ચો.મી.ના રૂા.15/- લેખે (પંદર લેખે) રૂા.2,92,980/- નો હિસાબ ગણી લગભગ રૂ 3,00,000/- (ત્રણ લાખ) ની રકમની લાંચની માંગણી ટેલીફોનીક વાતચીતમાં કરી હતી. જેને પગલે ACB ટીમે લાંચ માંગવા અંગે ગુનો દાખલ કર્યો છે. રાજકોટ ACB મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ મોરબી ACB પી.આઈ. એમ. બી. જાની ચલાવી રહ્યા છ.

ABOUT THE AUTHOR

...view details