- મોરબીમાં સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં થયો ઝઘડો
- દર્દીના સગાંએ કોરોના વોર્ડના ડોક્ટર સાથે ઝઘડો કર્યો
- પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- સગાના મૃત્યુની કાપલી મામલે ડોક્ટર સાથે બોલાચાલી થઈ હતી
મોરબીઃ જિલ્લાના કાયાજી પ્લોટમાં રહેતા ડોક્ટર યશ ભરતભાઈ હિરાણીએ દર્દીઓના સગાંએ ઝઘડો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 26મેએ તેઓ કોરોનાના દર્દીઓની તપાસ કરી જરૂરી પ્રાથમિક સારવાર આપતા હતા. તે સમયે રાત્રે 10 વાગ્યાની આસપાસ દર્દી મોહમ્મદ અલારખાના સગા તેની પાસે આવીને મારા સગા મહમદને અમારે અમારા ઘરે લઈ જવા છે. અને દર્દીના મોત મામલે સફેદ કાપલી માગી હતી.
આ પણ વાંચો-દારૂના નશામાં ચકચૂર મહિલા કર્મચારીએ કર્યો પોલીસ સાથે ઝઘડો, જૂઓ વીડિયો
ડોક્ટરે દર્દી મૃત જાહેર ન થાય ત્યાં સુધી કાપલી આપવાની ના પાડી હતી