મોરબી: મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકનો (Rajkot Citizens Cooperative Bank) કર્મચારી પ્રકાશ ગોવિંદ નકુમેં આશરે 2 કરોડની છેતરપીંડી (bank employee limed crores) કરી હોવાની ફરિયાદ ડીસેમ્બર માસમાં બેંકના ડે. મેનેજરે A ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી.
બેંક કર્મચારીએ 59 જેટલા લોકો પાસે નાણાં લઈ એફડી કરાવી
કેસની તપાસ દરમિયાન બેંક કર્મચારીએ 59 જેટલા લોકો પાસે નાણાં લઈ એફડી કરાવી એફડીમાંથી બારોબાર નાણાં હજમ કરી ગયાનો ભાંડફોડ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે A ડીવીઝન પોલીસે (A division police arrested the accused) આરોપીને ઝડપી પાડીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બેંકના ડે. મેનેજરે A ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
બેંકના ડે. મેનેજરે ડીસેમ્બર માસમાં A ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તપાસ દરમિયાન બેંક કર્મચારીએ વર્ષ 2016થી અત્યાર સુધી પોતાના સગા સંબંધીઓ અને મિત્રો મળીને 59 જેટલા લોકોને શીશામાં ઉતારી તેમની પાસે એફડી કરવા માટે નાણાં લીધા બાદ એફડી કરાવી બેંકમાંથી નાના ઉપાડીને હજમ કરી ગયો હતો.
બેંકના કર્મચારીએ અનોખી તરકીબ અજમાવી