ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદ-રાયસંગપર વચ્ચેના કોઝવેમાં પિતા-પુત્ર તણાયા - Latest news of halvad

હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે કોઝવેમાં પિતા-પુત્ર તણાઈ ગયા બાદ પિતાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ 35 કલાક પછી પુત્રનો પણ અડધો કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

હળવદ અને રાયસંગપર વચ્ચેના કોઝવેમાં પિતા-પુત્ર તણાયા
હળવદ અને રાયસંગપર વચ્ચેના કોઝવેમાં પિતા-પુત્ર તણાયા

By

Published : Aug 26, 2020, 3:49 PM IST

મોરબી: હળવદ તાલુકામાં રાયસંગપરના રસ્તે કોઝવેમાં પિતા-પુત્ર તણાઇ જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાયસંગપરના નારાયણ બેચરભાઈ દલવાડી (ઉ.૪૫) તથા તેમનો પુત્ર શ્રીપાલ દલવાડી (ઉ.૧૮) અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય હળવદ ગુજકેટની પરીક્ષા માટે જતા હતા.

આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર શ્રીપાલ કોઝવેમાં તણાયા ગયા હતા. જેમાં નારાયણભાઈનો મૃતદેહ તુરંત મળી આવ્યો હતો. પરંતુ, શ્રીપાલનો મૃતદેહ મળ્યો ન હોવાથી સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમએ શોધખોળ શરૂ કરી હતી.

ઘટનાના 35 કલાક બાદ શ્રીપાલનો મૃતદેહ અડધો કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. આ બનાવથી પરીવારમાં ભારે ગમગીની છવાઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details