મોરબીમાં ફેશન ડિઝાઈનીંગ કેરિયર સેમિનાર યોજાયો - MRB
મોરબીઃ ઓદ્યોગિક નગરી મોરબી ઉદ્યોગ ક્ષેત્ર પુરતી જ સીમિત નથી, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. તે ઉપરાંત, હવે મોરબીના યુવાનો ફેશન ડિઝાઇનીંગ જેવા ક્ષેત્રમાં પણ રસ ધરાવતા થયા છે, જેને પ્રોત્સાહન આપવા અને ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઇચ્છતા યુવક યુવતીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ફ્રી કેરિયર સેમીનાર યોજાયો હતો.
મોરબી
મોરબીની નવયુગ કરિયર એકેડમીના સહયોગથી આયોજિત સેમીનારમાં INIFD નામની ફેશન ડિઝાઈનીંગ સંસ્થાના કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સહિતના મહાનગરોમાં ફેશન ડિઝાઈનીંગ એકેડમીનું સંચાલન કરનાર કૌશિક પટેલે સેમીનારમાં યુવાનોને ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રમાં કેવા સ્કોપ રહેલા છે, ફેશન ડીઝાઇનર કોર્ષનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા સહિતની તમામ જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.