અધિકારીઓએ મુલાકાત દરમિયાન ડેમમાંથી પાણી લેવા માટેના જોડાણો હટાવી દીધા હતા અને ખેડૂતોને પિયતનું પાણી નહિ જ મળે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. ત્યારે બુધવારે ડેમ સાઈટ પર ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી અને પાકને આખરી પિયત નહિ મળે તો, ખેડૂતો દેવાદાર બની જશે તેમ જણાવ્યુ હતુ. જેથી અધિકારીઓને છેલ્લા 10 દિવસ પાણી આપવાની આજીજી કરી હતી. વધુમાં ખેડૂતોએ પાકને પિયતનું પાણી નહી આપવામાં આવે તો, આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હળવદમાં છેલ્લી ઘડીએ સિંચાઈનું પાણી ન અપાતા ધરતીપુત્રોમાં રોષ - irrigation water
મોરબીઃ હળવદના ખેડૂતોને ખેતીના પાક માટે સિંચાઈનું પાણી પુરુ પાડતી એકમાત્ર બ્રહ્માણી-2 ડેમમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાની સ્થિતિને પગલે સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી લેવા મનાઈ હુકમ ફરમાવી દીધો છે. આ મનાઈ હુકમ ફરમાવ્યા બાદ ખેડૂતો સિંચાઈ માટે પાણી ના લઈ શકે તે માટે બુધવારે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોલીસના બંદોબસ્ત વચ્ચે ડેમની મુલાકાત લીધી હતી.
તંત્રના પિયત માટે પાણી ન આપવાના નિર્ણય અંગે સિંચાઈ અધિકારીએ જણાવ્યુ કે, બ્રહ્માણી ડેમમાંથી હળવદ નગરપાલિકા પીવાનું પાણી વિતરણ કરે છે. આ જળ જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો હોવાથી ખેડૂતોને પિયતનું પાણી આપી શકાય તેમ નથી. જેથી ડેમમાંથી પાણી લેતા અટકાવવા જોડાણો કાપવામાં આવ્યા છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જ્યારે તંત્રની કાર્યવાહીને પગલે ખેડૂત આગેવાન જણાવે છે કે, ગત્ વર્ષે ઓછા વરસાદથી હળવદ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ ખેડૂતોએ વાવેતર કર્યુ છે અને છેલ્લી વખતનું પિયત બાકી છે ત્યારે પાણી નહિ મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે. આવી રીતે તંત્ર છેલ્લી ઘડીએ મનઘડત નિર્ણય કરે છે જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.