- ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની સાફ સફાઈ કરવા માગ કરાઈ
- ભારતીય કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખે કરી રજૂઆત
- બ્રાન્ચ કેનાલમાંથી પાણી આવી શકતું નથી
મોરબીઃ ભારતીય કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ રાણા નરેન્દ્રસિહ દ્વારા સૌરાષ્ટ્ર શાખા શહેરના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની ડીસ્ટ્રીબ્યૂટ્રી ડી-19માં ગત 3 વર્ષથી સાફ સફાઈ કે કાંપ કાઢવાની કામગીરી કરવામાં આવી નથી. જેથી માટીના થરની જાડાઈ ઓફ ટેઈક પોઈન્ટ મળતા હેડ (પાણીની ઉંચાઈ)થી પણ વધુ છે. બ્રાન્ચ કેનાલમાંથી પાણી આવી શકતું નથી. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ડી-19ના એચઆરથી નીચે વાસમાં ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગેટ મૂકવામાં આવ્યો નથી. જેથી બ્રાન્ચ કેનાલમાં પાણીનું લેવલ વધતું નથી અને ડી-19માં પાણી આવતું નથી.