ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં જગતનો તાત ફરી રોડ પર, હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે ચક્કાજામ - government

મોરબીઃ મોડલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ છે તેના અનેક ઉદાહરણો જોવા મળતા રહે છે. પાક વિમા સહિતના મુદ્દે ખેડૂતો અવાર-નવાર રોડ પર ઉતરી આવતા હોય છે તેમજ કૃષિ જણસના ભાવો ન મળતા જગતનો તાત દુઃખી બન્યો છે. હળવદ યાર્ડમાં વરીયાળીના ભાવો અચાનક ઘટી જતા ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 12:13 PM IST

હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ વરીયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે રૂ 1300 ખરીદીનો ભાવ હતો. જોકે સોમવારે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરીયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ રૂ 1300 ને બદલે રૂ 900 જ હોવાનું જાણ થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો અને કૃષિ જણસનો પૂરો ભાવ ન મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

યાર્ડ પાસે ચક્કાજામ

વરીયાળીના ભાવ અચાનક ઘટી જતા હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details