ગુજરાત

gujarat

ETV Bharat / state

શું વીમા કંપનીઓ મોરબીના ખેડૂતોને છેતરી રહી છે? - MRB

મોરબી: ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોને અન્યાય થયો છે. મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજૂર કરાયો છે. જેમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 28, 2019, 1:47 PM IST

આ મામલે માર્કેટિંગ યાર્ડ ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું છે કે, ક્રોપ કટિંગના આંકડા પ્રમાણે પાક વીમો માળિયા તાલુકાને 94 ટકા, મોરબીનો 50 ટકા અને ટંકારા તાલુકાનો 68 ટકા જેટલો મળવો જોઈએ. પરંતુ વીમા કંપની અવનવા વાંધાઓ કાઢીને ત્રણેય તાલુકામાં પાક વીમાની કપાત કરાવી છે. વીમા કંપનીના વાંધાઓ જે હોય તે, વીમા કંપનીની ફરિયાદો સામે ખેડૂતોની પણ ફરિયાદો સાંભળવી જોઈએ. વીમા કંપની કોઈ પણ ભોગે પાકવીમો આપવો ન પડે તે માટે ફરિયાદો રજૂ કરીને વીમો કાપ્યો છે.

વીમાના નિયમ પ્રમાણે પાક વીમો મળવો જોઈએ. ત્રણેય તાલુકામાં અમુક ગામડામાં નદી, નાળા અથવા કુવાની પીયતની સગવડતા હોય તેવા ખેડૂતોને હિસાબે બધા ખેડૂતોને અન્યાય થાય તે વ્યાજબી નથી. પીયતની સગવડતા ત્રણેય તાલુકામાં માત્ર 15 થી 20 ગામોમાં છે, જયારે ત્રણેય તાલુકાના ટોટલ 220 ગામો છે. જેથી ૨૨૦ ગામોને અન્યાય નથાય અને તાત્કાલિક વીમા કંપનીની ફરિયાદ રદ કરીને ફરીથી નિયમોનુસાર ન્યાયી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details