ગુજરાત

gujarat

ETV Bharat / state

લાકડીયા વડોદરા વીજ લાઈનનો હળવદના ખેડૂતોએ શર્ટ કાઢી વિરોધ કર્યો

હળવદ (Halvad) તાલુકાના રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જૂના દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ, સહિતના ગામોને લાકડિયા વડોદરા ટ્રાન્સમિશન (lakadia Vadodara power line) લાઈન પ્રસ્થાપિત કરવાના વળતર અંગે થતા અન્યાય તેમજ અન્ય જિલ્લા મુજબ વળતર નક્કી કરી આપવા માગ કરાઈ છે અને યોગ્ય વળતર નક્કી ન કરાય તો આગામી સમયમાં યોજાનારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 10થી વધુ ગામના ખેડૂતોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી (Mamlatdar office Halvad) પહોંચ્યા હતા રામધુન બોલાવી તેમજ શર્ટ કાઢીને ખેડૂતોએ વિરોધ (Farmers protested by removing the shirts) નોંધાવ્યો હતો. ખેડૂતો કેમ કરી રહ્યા છે વીજલાઈનનો વિરોધ અને શા માટે ખેડૂતોને અન્યાય થયાની લાગણી થઇ રહી છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં...

Farmers protested by removing the shirts
Farmers protested by removing the shirts

By

Published : Nov 18, 2021, 1:12 PM IST

  • લાકડીયા વડોદરા વીજ લાઈનનો હળવદના ખેડૂતોએ શર્ટ કાઢી વિરોધ કર્યો
  • 10 વધુ ગામના ખેડૂતો રેલી યોજી હળવદ મામલતદાર કચેરીએ દોડી ગયા
  • યોગ્ય વળતર નહિ મળે તો કામ નહિ કરવા દેવાની ચીમકી આપી

મોરબી: હળવદના (Halvad) 10થી વધુ ગામના ખેડૂતોએ રેલી યોજી મામલતદાર કચેરીએ (Mamlatdar office Halvad) આવેદન પાઠવ્યું હતું. જે મામલે ખેડૂત જણાવે છે કે તેની રણજીતગઢ ગામના પાટિયા પાસે વાડી આવેલી હોય જ્યાંથી સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશન લીમીટેડ લાકડિયા વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લીમીટેડથી લાકડિયા વડોદરા વીજલાઈન (lakadia Vadodara power line) 765 કેવી વીજટાવર અને વીજલાઈન અંગે કામ કરી રહી હોય જેમાં ખેડૂતોએ એક જ ભાવ મંજુર કરવા માગ કરી રહ્યા છે. અન્ય જિલ્લામાં સરખા ભાવો મંજુર થયા છે. મોરબી જિલ્લામાં અલગ ભાવો આપી ભેદભાવ કરે છે, જેથી ખેડૂતોએ 2013ના ભાવો કરી તેમજ કોરીડોરમાં 15 ટકા આપવાની માગ કરી છે અને વળતર નહિ મળે ત્યાં સુધી કામ નહિ કરવા દેવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.

લાકડીયા વડોદરા વીજ લાઈનનો હળવદના ખેડૂતોએ શર્ટ કાઢી વિરોધ કર્યો

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ

અન્ય જિલ્લામાં 50 લાખ સુધીની વળતર, હળવદમાં 1 લાખથી નીચેનું વળતર

અન્ય ખેડૂત જણાવે છે કે વીજ કંપની એક વીઘા થાય એવડો મોટો ટાવર લગાવી રહી છે. જેથી ખેતીકામની જમીન રોકાઈ જાય છે. વીજ કંપનીના કામ માટે ખેડૂતોની જમીનના અન્ય સ્થળે 50 લાખ સુધી આપ્યા છે. જોકે અહી 1 લાખથી ઓછું વળતર આપી ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતો વિરોધ (Farmers protested by removing the shirts) નોંધાવી રહ્યા છે. તો હળવદના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, વિવિધ ગામના ખેડૂતોએ ઉચિત વળતર મળવા અંગે આવેદન પાઠવ્યું હતું. જે કલેક્ટરને મોકલી આપશું અને નિયમોનુસાર કાર્યવાહી કરાશે ખેડૂતોની એવી માગ છે કે ઓર્ડર રીવાઈઝ કરાય જોકે કલેક્ટર પાસે ઓથોરિટી હોવાથી તેઓ નિર્ણય કરી સકે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ

મામલતદાર કચેરીએ અનશન પર બેસી રામધુન બોલાવી

આમ હળવદ તાલુકાના 10થી વધુ ગામોના ખેડૂતોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ (Farmers' Mamlatdar's office rioted) કર્યો હતો. ખેડૂતોએ શર્ટ કાઢીને (Farmers protested by removing the shirts) મામલતદારને (Mamlatdar office Halvad) આપી દીધા હતા. શર્ટ કાઢી ખેડૂતો મામલતદાર કચેરીએ અનશન પર બેસી ગયા હતા અને માગ ન સ્વીકારાય ત્યાં સુધી ઉઠવાનો ઇન્કાર કરી દીધો હતો. મામલતદારની સમજાવટથી મામલો હાલ થાળે પડ્યો હતો. ખેડૂતોની માગ સ્વીકારાય છે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે છે કે નહિ તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details