જિલ્લામાં ચોમાસા દરમિયાન 150 % કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ,મગફળીના પાકને વધારે નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કામગીરી હાથ ધરી હતી. પરંતુ મોરબી જિલ્લાના 150 ગામોમાં સર્વે કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
આ અંગે જિલ્લાના ખેડૂતોએ ગુજરાત કિશાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા, જિલ્લા પંચાયત કિશોર ચીખલીયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે, 7 દિવસમાં વીમા કંપનીએ નુકસાનીનું સર્વે કરી આકરણી પૂરી કરી દેવાની હોય છે. પરંતુ આજે 23 દિવસ થયાં હોવા છતાં હજુ સર્વેની ચાલુ કામગીરીએ વીમા કંપનીને નોટીસ આપવામાં આવતી નથી.