- 9 ગામોના ખેતરો પાણી માટે તરસ્યા
- કેનાલ કોળીધાકડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
- પાણી એક આશા બનીને રહી ગયું
મોરબી: જિલ્લાના 9 ગામોને ખેતરમાં છેલ્લા પાણીની જરૂર હોય પણ કેનાલ ખાલીખમ પડી છે. ડેમના સેક્સન-૨ વિભાગના ગામોને સિંચાઈ માટે પાણી મળતું નથી. પાણી ન મળતા ઘઉંની કવોલિટી નબળી પડી જવાની શકયતા રહે છે.
પાકનો ઉતારો ઓછો આવવાની શક્યતા
વાંકાનેર તાલુકામાં ઉપરવાસ આવેલ મચ્છુ-1 ડેમના કમાન્ડમાં આવતા સેક્સન-૨ વિભાગના ગામડાઓ જેવા કે કોઠારીયા, ટોળ, અમરાપર, સજનપર, હડમતીયા, લજાઈ,વિરપર, રવાપર, રાજપર જેવા અનેક ગામના ખેડૂતોએ પિયતના પાણી માટેના ફોર્મ ભર્યા છે, ત્યારે પાણી ખેડૂતોને આપી દીધેલ છે અને એક પાણ રવિ પાક માટે બાકી હોવાથી જરૂરત સમયે જ ઘઉંને પાણી ન મળે તો ઘઉંની ક્વોલિટી જળવાય તેમ નથી.આથી ખેડૂતોને પાકનો ઉતારો પણ આવી શકે તેમ નથી.જેથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો કેનાલ પણ કોળીધાકડ પડી રહી છે અને છેલ્લા પાણ માટે પાણી નહી મળે તો ઘઉંના પાકનો ઉતારો ઓછો આવવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો:ખેડૂતોને નર્મદાનું સિંચાઇ માટે પાણી ન મળતાં નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને કરાઇ લેખિત રજૂઆત