ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના 15 ગામના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે કલેક્ટર કચેરીમાં નાખ્યા ધામા - Halavad Today news

હળવદઃ તાલુકામાં વરસાદ ખેંચાયો હોવાથી અને ખેડૂતોએ વાવેતર કર્યા બાદ તેમને મુશ્કેલી ભોગવવાનો સમય આવ્યો છે. સિંચાઈના પાણી માટે અગાઉ તાલુકા પંચાયતમાં હલ્લાબોલ કર્યા બાદ આજે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પાણી માટે માંગ કરી હતી.

irrigation water

By

Published : Jul 27, 2019, 12:01 PM IST

તાલુકા પંચાયતને રજૂઆત છતાં પરિણામ શૂન્ય

હળવદ તાલુકાના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, નર્મદા D-19 પસાર થાય છે જેમાંથી રણજીતગઢ, રાયસંગપુર, મયુરનગર, ચાડધ્રા, અમરાપર અને મિયાણી સહિતના ગામોને પિયત મળે છે. ગયા વર્ષમાં ચોમાસું નિષ્ફળ જતા દુષ્કાળની સ્થિતિ હતી અને હાલમાં પણ વરસાદ ખેંચાયો છે.

ખેડૂતોના હિત માટે અષાઢી બીજના દિવસે પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ ખર્ચ કરી કપાસ, જુવાર, બાજરીનું 12 થી 15 હજાર એકરમાં વાવેતર કર્યું છે. હાલમાં પણ તેમને 8 થી 10 દિવસ પિયત માટે પાણી મળ્યું પરંતુ ત્યાર બાદમાં છેલ્લા 10 દિવસથી પાણી આવતું નથી .જેથી ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જશે તો દેવાદાર બની જશે જેથી તુરંત પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ખેડૂતોએ તાલુકાપંચાયતને આવેલન પાઠવ્યું હતું પરંતુ તે છતા દરેક બાબતોનું પરિણામ શુન્ય આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details