- મોરબીમાં ભારત બંધના એલાનની નહીંવત્ અસર જોવા મળી
- માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવા આવેલા કોંગી આગેવાનોને કરાયા ડિટેઈન
- ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 40 ખેડૂત સંગઠનોએ કર્યું છે ભારત બંધનું એલાન
- યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ કરાયું એલાન
મોરબીઃ દિલ્હીમાં 40 ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ત્યારે મોરબી જિલ્લામાં બંધની નહીવત્ અસર જોવા મળી હતી. જિલ્લામાં કોંગ્રેસ આગેવાનો અને ખેડૂત આગેવાનો માર્કેટિંગ યાર્ડને બંધ કરાવવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે તમામ આગેવાનોને ડિટેઈન કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ કૃષિ કાયદાના વિરોધમાં બંધમાં જોડાવવા અપીલ પણ કરી હતી.
જિલ્લાના તમામ મુખ્ય બજારો રાબેતા મુજબ ખૂલ્લા રહ્યા
આજે ખેડૂતોએ આપેલા ભારત બંધની જાહેરાતના પગલે કોંગ્રેસ પણ મોરબી જિલ્લાને બંધ કરાવવા પહોંચી હતી. આજે કોંગ્રેસના પ્રમુખ જયંતિ પટેલ, કાન્તિલાલ બાવરવા, મુકેશ ગામી, કે. ડી. પડસુંબિયા, અમુભાઈ હુંબલ અને ભાવેશ સાવરિયા સહિતના આગેવાનોએ ખેડૂતોના સમર્થન અને ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં જોડાવવા અપીલ કરી હતી.