ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી પાલિકામાં ડોર ટૂ ડોર કચરા કલેક્શનમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ

મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગ હસ્તક ડોર ટૂ ડોર કચરા કલેક્શન કામગીરી થઈ રહી છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો પાલિકાના સદસ્ય ભરત જારીયાએ આક્ષેપ કર્યો છે. કારણ કે, ડોર ટૂ ડોર કલેક્શનનું બીલ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ અપાયો ત્યારથી હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાયેલ મિલકતો મુજબના બીલ ચૂકવવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ડોર ટૂ ડોર કલેક્શન મોટાભાગના વિસ્તારોમાં થતું નથી અને જે વિસ્તારમાં થાય છે, તેમાં બે કે ત્રણ દિવસે એક વખત થાય છે. જેથી નગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થાય છે.

morbi
morbi

By

Published : Mar 15, 2020, 12:21 PM IST

Updated : Mar 15, 2020, 12:42 PM IST

મોરબીઃ મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગ હસ્તક ડોર ટૂ ડોર કચરા કલેક્શન કામગીરી થઈ રહી છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો પાલિકાના સદસ્ય ભરત જારીયાએ આક્ષેપ કર્યો છે. હાલમાં જ ડોર ટૂ ડોર કલેક્શનનું બીલ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ અપાયો ત્યારથી હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાયેલ મિલકતો મુજબના બીલ ચૂકવવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેમાં ડોર ટૂ ડોર કલેક્શન મોટાભાગના વિસ્તારોમાં થતું નથી ન હોવાનું સામે આવ્યું છે.

મોરબી નગરપાલિકાના ડોર ટૂ ડોર કચરા કલેક્શનમાં વ્યાપક ભ્રષ્ટાચાર

મળતી માહિતી પ્રમાણે, આધાર લઈને બીલ ચૂકવવામાં આવે છે, તે હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાયેલ મિલકતો આશરે 75,000 જેટલી ગણી તે તમામ મિલકતોમાં ડોર ટૂ ડોર કલેક્શન કરવામાં આવે છે અને બીલ ચૂકવાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે, હાઉસ ટેક્સમાં નોંધાયેલ મિલકતોમાંથી 20 ટકા જેટલી મિલકતોમાં પ્લોટની નોંધ છે તથા 10થી 20 ટકા મિલકતો બંધ, પડતર કે ખોટી નોંધાયેલ મિલકતો છે. જેથી બીલ ચૂકવાય છે. તેમાં 40 ટકાથી વધુ મિલકતો પર ડોર ટૂ ડોર કચરા કલેક્શન માટે જવાનું થતું નથી. તેમ છતાં ઘણા સમયથી આ મિલકતો ગણીને ભ્રષ્ટાચાર આચરાય છે. આ કોન્ટ્રાકટરની કરારની શરતોનું પણ ઉલ્લંઘન કરી શરતનું પાલન કરાતું નથી.

આ અંગે ચીફ ઓફિસર જણાવે છે કે, જે રજૂઆત મળી છે, એમાં રાજ્ય સરકારની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવે છે. મોરબી પાલિકા દ્વારા આ કામગીરી ટેન્ડર કરી એજન્સીને આપવામાં આવી છે. રજૂઆત મુજબ તેમાં કોઈ ક્ષતિ જણાશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે અને જે વિસ્તારમાં કલેક્શન થતું ન હોય તેવા વિસ્તારમાંથી જો ફરિયાદ આવશે તો કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કાપી લેવામાં આવશે.

આ મામલે પાલિકા પ્રમુખનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, મોરબી પાલિકા દ્વારા જે કલેક્શન કરવામાં અવે છે. તેમાં ભરતભાઈ જારીયા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે. તે ગેરવ્યાજબી છે.ડોર ટુ ડોર કલેક્શનનો કોન્ટ્રાક્ટ તે ઉપપ્રમુખ હતા. ત્યારે જ આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રમાણે જેટલી પ્રોપટી છે તેટલા જ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે.

Last Updated : Mar 15, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details