મોરબીઃ જિલ્લાના હળવદની બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોવાથી પોલીસ અને હળવદ મામલતદાર સહિતની ટીમે અનેક વખત દરોડા પાડીને મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો છે. છતાં પણ ખનીજ ચોરી ચાલુ હોવાથી મોરબી LCB ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 8 આરોપી સાથે 58 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
હળવદની બ્રાહ્મણી નદીમાંથી થતી રેતીચોરીનો પર્દાફાશ, 58 લાખનો મુદામાલ જપ્ત
હળવદની બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોવાથી પોલીસ અને હળવદ મામલતદાર સહિતની ટીમે અનેક વખત દરોડા પાડીને મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો છે. છતાં પણ ખનીજ ચોરી ચાલુ હોવાથી મોરબી LCB ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 8 આરોપી સાથે 58 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમો વિરદ્ધ કાર્યવાહી કરવા LCB વિભાગના P I વી.બી. જાડેજાને સૂચના મળી હતી. જેના આધારે LCB ટીમના યોગેશદાન ગઢવીને બાતમી મામલે હળવદ તાલુકાના મયુરનગર ગામની બ્રાહ્મણી નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હિટાચી, લોડર, હોડીમાં એન્જીન ફીટ કરી નદીમાંથી રેતીનું ખનન કરી ટ્રક, ડમ્પર અને ટ્રેકટર દ્વારા વહન કરી રેતી ચોરીની પ્રવૃત્તિ કરતા હોવાની બાતમી મળતા બ્રાહ્મણી નદીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જેમાં આરોપી રણજીત કવાડિયા, અલી અંસારી, મહેશ કોરડીયા, મુકેશ ડાંગર, ભાનુ ડાંગર, મેરામ બાલાસરા, મુન્ના ડાભી અને મુકેશ શિરોયાને હિટાચી મશીન 2, ટ્રેક્ટર ટ્રોલી સહિતના-3, ટ્રેકટર લોડર-1, ટ્રક ડમ્પર-1, હોડી એન્જીન સહિત-1 અને સાદી રેતી આશરે 15 ટન એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 58,07,500 સાથે LCB ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.