- કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની અનેક અપેક્ષાઓ
- GSTમાં નેચરલ ગેસનો સમાવેશ કરવામાં આવે તેવી આશા
- GSTમાં રાહત આપવામાં આવે તેવી ઉદ્યોગપતિએ આશા વ્યકત કરી
મોરબીઃ જિલ્લાનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરનું ક્લસ્ટર છે, ત્યારે ETV BHARATની ટીમે સિરામિક એસોસિએશન પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે GST લાગુ કર્યું, ત્યારે નેચરલ ગેસનો GST સમાવેશ કર્યો નથી. જેથી નેચરલ ગેસને GSTમાં સમાવાય આ ઉપરાંત સિરામિક પ્રમોશનલ કાઉન્સિલ અલગથી ફાળવાય તો ઉદ્યોગના વિકાસમાં ચાર ચાંદ લાગી શકે છે. આ સાથે જ સમગ્ર વિશ્વના ખરીદદારો મોરબી આવતા હોય ત્યારે ખરાબ રોડ રસ્તાથી દેશની પ્રતિષ્ઠાને હાની થાય છે. જેથી ઇન્ફ્રસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે યોગ્ય પ્લાન બનાવાય તે જરૂરી છે અને સરકાર જરૂરી સુવિદ્યાઓ અને માળખાકીય સુવિધા પૂરી પાડે તો ચીનને પણ પછાડવાનો દમ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓમાં હોવાનું જણાવે છે.