ગુજરાત

gujarat

ETV Bharat / state

બજેટમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગને રાહત મળે તેવી અપેક્ષા

કોરોના કાળ દરમિયાન મોરબી જિલ્લામાં વિકસિત ઘડિયાળ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. ત્યારે કોરોનાને કારણે ઉત્પાદન અને માગમાં મોટો ઘટાડો નોંધાતા મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આગામી બજેટમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગને રાહત મળે તેવી આશાઓ સેવાઇ રહી છે.

ઘડિયાળ ઉદ્યોગ
ઘડિયાળ ઉદ્યોગ

By

Published : Jan 31, 2021, 5:41 PM IST

Updated : Feb 1, 2021, 10:37 AM IST

  • બજેટમાં ઘડિયાળ ઉદ્યોગની રાહત મળે તેવી અપેક્ષા
  • મોરબી ઘડિયાળ ઉદ્યોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માગ
  • GSTનો સ્લેબ ઘટાડવામાં આવે તો ઘડિયાળ ઉદ્યોગને રાહત મળશે
    બજેટમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગને રાહત મળે તેવી અપેક્ષા

મોરબી : કોરોના કાળને કારણે મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવશે. તેવા સમયે ઉદ્યોગકારો સરકાર પાસે અનેક આશાઓ રાખી રહ્યા છે. જેમાં ગુજરાત સરકારના અધિકાર ક્ષેત્રેમાં આવતા CGSTમાં 9 ટકાને બદલે 5 ટકા અથવા 4 ટકા કરવામાં આવે તો ઘડિયાળ ઉદ્યોગને મોટી રાહત થાય તેમ છે. આ ક્લોક ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં જ નહીં બલ્કે પૂરા વિશ્વમાં નામના ધરાવે છે. જેમાં મોરબીના લાટી પ્લોટમાં મોટાભાગનો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે. જેમાંથી નાના-મોટા 90 ટકા ઘડિયાળ ઉદ્યોગના એકમો રાત દિવસ ધમધમી રહ્યા છે.

મોરબી ઘડિયાળ ઉદ્યોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માગ

મોરબીમાં વર્ષોથી લટકતી માળખાકીય સુવિધાનો પ્રશ્ન હલ થાય તે પણ જરૂરી છે. લાટી પ્લોટના ઉદ્યોગકારો વર્ષે મોટાપાયે પાલિકાને ટેક્સ ચૂકવે છે. તેમ છતાં આ ઔદ્યોગિક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નામશેષ બની છે. સારા રોડ-રસ્તા, ગટર, પાણી અને વરસાદી પાણીના નિકાલની 25 વર્ષ જૂની સમસ્યાઓનો આગામી બજેટમાં ઉકેલ આવે તેવી ઉદ્યોગકારોને આશા છે.

Last Updated : Feb 1, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details