મોરબીઃ આ પ્રદર્શનમાં વિવિધ ચલણી નોટો જેમાં સિક્કાની, પ્લાસ્ટિકની, લાકડાની, સોનાની, ચાંદની નોટો અને સિક્કાઓની સાથે સાથે ભારતના અને ગુજરાતના રજવાડાઓના સમયમાં ચાલતી ચલણની માહિતી અને હૂંડી પણ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. સાથે તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મોરબીમાં ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજાયું - પ્રદર્શન
મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આયોજન એડવોકેટ મીતેશ દવે અને તેમની ટીમના સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ દેશોની ચલણી નોટો, સિક્કાઓ અને સ્ટેમ્પ્સનો સંગ્રહ લોકો માટે ખુલ્લાં મુકવામાં આવ્યા હતાં.
મોરબીમાં ચલણી નોટો અને સોનાચાંદી સહિતના સિક્કાનું પ્રદર્શન યોજાયું
આ પ્રદર્શનને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો નિહાળ્યું હતું અને માર્ગદર્શન મેળવ્યું હતું.