મોરબીના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
- ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભગવો કર્યો ધારણ
- ભગવો ધારણ કરી આવતા મોરબી ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
- ભાજપમાં બ્રિજેશ મેરજા સૈનિક તરીકે જોડાયા
મોરબીઃ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય મેરજાને આવકારવા કાર્યક્રમ યોજાયો હતો, તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ યોજાનાર છે. જેના માટે મોરબી જિલ્લાની જવાબદારી જિલ્લા પ્રભારી અને મંત્રી સૌરભભાઈ પટેલ અને આઈ.કે.જાડેજાને સોપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. પેટા ચુંટણી અને સ્થાનિક સ્વરાજ ચુંટણીઓ જીતવા ભાજપના કાર્યકરોને કામે લાગી જવા હાકલ પણ કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.